બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા મોડેલ સ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ફરજમાં રોકાયેલ પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના રતનપુરા મોડેલ સ્કૂલ ખાતે પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અધિકારી આર.કે.ખરાડીની રાહબારી હેઠળ ફેસિલિટી સેન્ટર ખાતે કાંકરેજ, દિયોદર, ડિસા, થરાદ, વાવ, ધાનેરા, દાંતા, વડગામ અને પાલનપુરના સરકારી કર્મચારીઓએ મતદાનની ફરજ નિભાવી હતી.