/connect-gujarat/media/post_banners/919f40876b4c3a6822e14ed19940197be6d3f050c5b7303e01fa4df07e879e8b.jpg)
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા 15 વિધાનસભા બેઠકના સમૌ મોટા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પણ પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ 15 વિધાનસભા બેઠક ઉપર ડિસા તાલુકાના 19 જેટલાં ગામડાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યાની ઉપસ્થિતિમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સાથે જ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે લોકોને આહ્વાન કરાયું હતું. સભા દરમ્યાન તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર તેજાબી સંબોધન સાથે પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે લોક સાહિત્યકાર રાજભા ગઢવી, GKTS પ્રમુખ ડી.ડી.જાલેરા, કાંકરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.