/connect-gujarat/media/post_banners/af0ffb742d3a593a837028cc64272f836bfcbe58cc3292caf172db87c943ab5d.jpg)
PM મોદીના ગુજરાત પ્રવાસને આજે બીજો દિવસ. સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.
પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં બનાવેલી બીજી ડેરીનું PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. જેને લઈને કાંકરેજ તાલુકાના વસ્તાસર ગ્રામ પંચાયત સરપંચ અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમનને લઈ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્લાન્ટ આસપાસના ગામના લોકો અને પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી થશે