Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : કોંગી ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી, ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો

બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ કેન્ર્થની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

X

બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ કેન્ર્થની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં તા. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર-ઠેર પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને જિતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા છે. બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ તકે તેમણે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને શેહઝાદા કહ્યા હતા, તેનો પણ જવાબ આપ્યો હતો, અને મોદીને શહેનશાહ કહી દીધા હતા. પ્રિયંકા ગાંધીએ સભા સંબોધતા જણાવ્યુ હતું કે, તમે બધાએ વેક્સિન લગાવી છે ને, સર્ટીફિકેટ પણ મળ્યુ છે. આ સર્ટીફિકેટમાં શહેનસાહનો ચહેરો હતો. આ વેક્સિનને એક કંપનીએ બનાવી હતી, અને તે કંપની પાસે પણ ફંડ લીધુ હતું. આજે રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વેક્સિનના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક આવી શકે છે, એક-બે વર્ષમાં કેટલાય લોકોને હાર્ટ એટેક આવ્યા છે. આ સાથે જ મોદીજી એક સ્કિમ લાવ્યા હતા, તે સ્કિમનું નામ હતું ઈલેક્ટોરેલ બન્ડ. જે પણ કોઈ રાજનીતીક પાર્ટીને ફંડ આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે આ સ્કિમ હતી. કોઈને ખબર ન પડવી જોઈએ કે, અદાણી અને અંબાણીએ કેટલુ ફંડ આપ્યું છે. હવે આ મામલે કોઈએ કેસ કર્યો હોવાનું પણ તેઓએ મંચ પરથી જણાવ્યુ હતું. ભાજપ પક્ષ પર પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે પોતાની પાર્ટીને સૌથી ધનવાન પાર્ટી બનાવી છે, આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન પાર્ટી ભાજપ બની છે. તેઓએ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ આ ખર્ચો તમારી સમસ્યાને હલ કરવા માટે નહીં, પણ પોતાની પાર્ટીને મજબુત બનાવવા માટે કર્યો હતો. તો બીજી તરફ, બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે જણાવ્યું હતું કે, સરકાર પાસે ઘણી આશા અપેક્ષા હતી. 2 વખત જનતાએ અહિંથી સંસદ સભ્ય બનાવીને ગુજરાતમાંથી તેઓને વડાપ્રધાન બનાવ્યા હતા. પણ ગુજરાતને પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષા હતી તે પૂર્ણ નથી થઈ.

Next Story