બનાસકાંઠા : રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હંગામી પુલ પરથી મહાકાય રિએક્ટર પસાર કરાયું

આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.

New Update
બનાસકાંઠા : રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હંગામી પુલ પરથી મહાકાય રિએક્ટર પસાર કરાયું

ભરૂચના દહેજથી રાજસ્થાન મોકલવામાં આવી રહેલા 2 મહાકાય રિએક્ટર બનાસકાંઠા નજીક માર્ગ સાંકળો હોવાના કારણે અટકી પડ્યા હતા, ત્યારે થરાદ નજીક મુખ્ય કેનાલ પર હંગામી ધોરણે રૂ. 4 કરોડના ખર્ચે પુલ બનાવી રિએક્ટરને પસાર કરવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠાના થરાદ નજીક કેનાલ પર માર્ગ સાંકળો હોવાના કારણે 2 મહાકાય રિએક્ટર માર્ગમાં જ અટકી પડ્યા હતા, ત્યારે આ બન્ને રિએક્ટરને બનાસકાંઠામાંથી પસાર કરવા ઇઝેક હીટાચી જોસન લિમિટેડ કંપનીએ જહેમત ઉઠાવી હતી. બન્ને રિએક્ટરને નુકસાન ન પહોંચે તે રીતે નર્મદા કેનાલ પર રૂપિયા 4 કરોડના ખર્ચે લોખંડનો કામચલાઉ બ્રિજ બનાવવામાં આવ્યો છે. થરાદ પોલીસ દ્વારા ટ્રાફિક કન્ટ્રોલ કરાવીને બન્ને રિએક્ટરને નર્મદા કેનાલના પુલ નજીક પહોંચાડવામાં આવ્યા હતા,

ત્યારે આજે રવિવારના રોજ 760 મેટ્રિક ટન વજન ધરાવતા એક રિએક્ટરને 300 ટન વજનની ક્ષમતાવાળા હંગામી પુલ પરથી પસાર કરવામાં આવ્યું હતું. નર્મદાની મુખ્ય કેનાલ નજીક ઘણા સમયથી રહેલા આ રિએક્ટરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જોકે, આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.

Latest Stories