Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : પૌઆના કટ્ટાની આડમાં થતી પોષડોડાની હેરાફેરીનો SOG પોલીસે પર્દાફાશ કર્યો..

અંદાજે 3 હજાર કિલો જેટલો મોટી માત્રામાં પોષ ડોડાનો જથ્થો મળી અંદાજે રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

X

આંતરરાજ્ય નશાના કાળા કારોબારના નેટવર્કનો બનાસકાંઠા જિલ્લા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલનપુર નજીકથી પોષ ડોડા ભરેલ ટ્રકને ઝડપી લીધી છે, ત્યારે ખાનગી રાહે બાતમી મળતાં SOG પોલીસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ટ્રકમાંથી 158 જેટલી બોરીઓમાં અંદાજે 3 હજાર કિલો જેટલો મોટી માત્રામાં પોષ ડોડાનો જથ્થો મળી અંદાજે રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઝારખંડથી ગુજરાતમાં પૌઆના કટ્ટાની આડમાં પોષ ડોડાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે પોષ ડોડા સાથે રાજસ્થાની ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે. મોટી માત્રામાં પોષ ડોડાનો જથ્થો ઝડપાતા બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, સમગ્ર નેટવર્ક અંગે ઝડપાયેલા ટ્રક ચાલકના રિમાન્ડ મેળવી નશાના કાળા કારોબારના મૂળ સુધી પોહચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story