અરવલ્લી : બાંગ્લાદેશી યુવકની SOG પોલીસે કરી અટકાયત, ભારતમાં કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ..!

અરવલ્લી જિલ્લામાંથી SOG પોલીસે બાંગ્લાદેશી યુવકની અટકાયત કરી છે. યુવક ભારતમાં કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે.

New Update

અરવલ્લી જિલ્લામાંથી SOG પોલીસે બાંગ્લાદેશી યુવકની અટકાયત કરી છે. યુવક ભારતમાં કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લામાંથી SOG પોલીસને બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાયડ તાલુકામાં પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાત્રક નજીક બાયડથી ધનસુરા જતાં માર્ગ પર એક શંકાસ્પદ વ્યક્તિ ઊભો હતો. જેની પોલીસે પૂછપરછ કરતાં તે બાંગ્લાદેશી યુવક હોવાનું બહાર આવ્યું હતું. બાંગ્લાદેશી યુવક રમોસ ગામે રહેતી મહિલાના સંપર્કમાં હતોજ્યાં તે રહેતો હતોત્યારે હાલ તો આ યુવક ભારતમાં કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે દિશામાં પોલિસ તપાસ કરી રહી છે. તો બીજી તરફઅરવલ્લી પોલિસે સમગ્ર મામલાની જાણ નેશનલ સિક્યોરિટી એજન્સીને પણ કરી છે.

Latest Stories