“બાપા ફ્રોમ છાપા” : નડિયાદમાં મહિલાએ છાપાના કાગળમાંથી શ્રીજીની અનોખી પ્રતિમા બનાવી...

ગુજરાત | Featured | સમાચાર , ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી

kheda
New Update

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે.

પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ-સ્થાપનથી લઈને મૂર્તિ-વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી સંભાળી શકાય છે. મૂર્તિની બનાવટમાં મુખ્યત્વે છાપાના કાગળદેશી ગુંદર અને ઈકો ફ્રેન્ડલી વૉટર કલર વાપરવામાં આવતા હોવાથી પાણીમાં રહેલા જીવોને નુકસાન થવાનો ભય રહેતો નથી. આ રીતે મૂર્તિ બનાવવાના ઉમદા હેતુ વિશે જણાવતા હીના જાની કહે છે કેપેપર લાકડામાંથી બનતા હોયજેથી પેપરમાંથી તૈયાર થયેલી મૂર્તિથી પાણીમાં રહેતાં જળચર સહિત તમામ જળસૃષ્ટિ માટે લાભદાયી છે. પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઑફ પેરીસ વિવિધ કેમીકલ્સ કેઅન્ય સામગ્રીની તુલનામાં ન્યુઝ પેપર પાણીમાં સરળતાથી ઓગળી જાય છેઅને જળચર જિવોને પણ ઓછુ નુકશાન કરે છે. પર્યાવરણ અને આસ્થાના મુદ્દે હીના જાની કહે છે કેગજાનંદ ગણેશએ વિઘ્નહર્તા દેવ છેઅને ગણેશજીની મૂર્તિ ગણેશ વિસર્જન વખતે જળજીવન માટે વિધ્નકર્તા ન બની જાય તે જોવાની જવાબદારી તમામ ભક્તો અને નાગરીકોની છે.

#woman #Nadiad #paper #Ganpati Bapa #unique statue #Print
Here are a few more articles:
Read the Next Article