/connect-gujarat/media/media_files/2025/02/04/UAk2FnstkhB4YxLreY5f.png)
બારડોલી કોર્ટે શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ હપ્તા ન ભરતા ગ્રાહકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહમદઅલી ઇસ્માઇલ હંસાભાઇ રહેવાસી ટાંકી ફળિયુ,કોસાડી,તાલુકો માંગરોળ,જિલ્લો સુરતનાઓએ શ્રી રામ ફાઇનાન્સ માંડવી શાખામાંથી મહિન્દ્રા બોલેરો પીકઅપ લોન પર ખરીદ્યું હતું,જોકે વાહન લોનના હપ્તા તેઓએ ભર્યા ન હતા,તેમજ શ્રી રામ ફાઇનાન્સને આપેલ રૂપિયા 4 લાખનો ચેક પણ રિટર્ન થયો હતો.જેના કારણે શ્રી રામ ફાઇનાન્સ દ્વારા આ અંગે બારડોલીની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એડવોકેટ જુનેદ મન્સૂરી મારફતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો,અને કોર્ટે એડવોકેટ જુનેદ મન્સૂરીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મહમદઅલી ઇસ્માઇલને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો,વધુમાં આરોપીને 6 મહિનામાં રૂપિયા 4 લાખ ફાઇનાન્સ કંપનીને ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો.જો સમયમર્યાદામાં આ રૂપિયા ન ચૂકવી શકે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.