રહેજો તૈયાર..! : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13-14 માર્ચે ફરી એકવાર આવશે માવઠું, હવામાન વિભાગની આગાહી

આગામી તા. 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે. કારણ કે, ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે.

રહેજો તૈયાર..! : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13-14 માર્ચે ફરી એકવાર આવશે માવઠું, હવામાન વિભાગની આગાહી
New Update

ગુજરાત રાજ્યમાં માવઠાના મારાથી આગામી 4 દિવસ જ છુટકારો મળ્યો છે. જોકે, હવે તા, 13 અને 14 માર્ચના રોજ ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરથી ગુજરાતમાં ફરી માવઠું થશે.

આગામી તા. 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જ્યારે 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે. કારણ કે, ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. કચ્છમાં આગામી 2 દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે અન્ય શહેરોના મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. ગત ફેબ્રુઆરી માસમાં તો લોકોએ ડબલ ઋતુનો અનુભવ કર્યો હતો. પરંતુ હવે માર્ચ મહિનામાં પણ ડબલ ઋતુનો અહેસાસ થશે. વહેલી સવારે ઠંડી અને બપોરના ગરમી સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ જોવા મળશે. બેવડી ઋતુના કારણ મચ્છરોનો ઉપદ્રવ પણ રહી શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થતી નથી. પરંતુ ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે માર્ચ મહિનામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે. આ સાથે જ વારંવાર કમોસમી વરસાદ પણ થવાની શક્યતા રહી છે.

#Gujarat #India #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Western Disturbance #Rain Fall #Meteorological Department predicts
Here are a few more articles:
Read the Next Article