ચૂંટણી પહેલા ભાજપની ચિંતા વધી, માલધારી સમાજ વિરુદ્ધમાં કરશે મતદાન...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ભાજપ સામે માલધારી સમાજે બાયો ચઢાવી છે અને નારાજ હોવાનું સામે આવ્યું છે

New Update

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ભાજપ સામે માલધારી સમાજે બાયો ચઢાવી છે અને નારાજ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના સમુદાયના અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરીને પશુપાલન માલધારી સમાજના સભ્ય ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બનાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી.

માલધારી મહાપંચાયત પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી સમાજ ભારે નારાજ છે. આ નિવેદનમાં તેમણે કોંગ્રેસના વખાણ કર્યા હતા, અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પણ આભાર માન્યો હતો, જેમણે ભૂતકાળમાં સમાજ માટે સમર્થન દર્શાવ્યું હતું. માલધારી સમાજે ફરી એકવાર તેમની પડતર માંગણીઓ તરફ ધ્યાન દોરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાજના સભ્ય ભાજપને પાઠ ભણાવવાની વાત કરી હતી. માલધારી સમાજની મુખ્ય માગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તારની સ્થાપના, સમાજના સભ્યો સામે ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને ખેડૂત બનવાનો અધિકાર અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે. ગીર બરડા અને આલેચ ના વન વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા બાબતે અનેક માંગણી પડતર છે.

Latest Stories