જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ. દુલેરાના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહીલાલક્ષીનું સફળ આયોજન યોજાયો
ભરૂચ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજીત નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી અને સ્ત્રીમંડળ ભરૂચના સહયોગથી આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ. દુલેરાના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત મહિલાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. પી. સી. -પી એન. ડી. ટી. કમિટીના અધ્યક્ષ વાસંતીબેન દીવાનજીએ સ્વાગત પ્રવચન આપીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.કાર્યક્રમમાં મહાનુભાવોએ મહિલાઓને ઉપયોગી સરકારની યોજનાઓની માહિતી આપી હતી. મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ, તેના નિરાકરણ માટેના પગલાં અને વિવિધ ફિલ્ડના વિષય નિષ્ણાતોએ મહિલાઓ અને સાંપ્રત સમય સાથે મહિલાની પરિસ્થિતિ વિશે વિસ્તૃત જાણકારી આપી બેટી બચાવો બેટી વધાવો ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતા સ્ત્રી સશક્તિકરણ જરૂરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કિશોરીઓ માટે, તેમજ મહિલાઓ માટે પોલીસ સુરક્ષા અને મહિલાલક્ષી સામાજિક યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું.
આ કાર્યક્રમમાં પી. સી. -પી. એન. ડી. ટી એડવાઈઝરી કમિટીના મેમ્બરો, નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા, જે. પી.આર્ટસ કોલેજના અધ્યાપિકા ડોક્ટર પ્રોફેસર નીતા, સુશ્રી તૃપ્તિબેન તેમજ વિવિધ મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.