ગુજરાતમાં ભાદરવો ભરપૂર: સાર્વત્રિક વરસાદ વરસ્યો, 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
વિવિધ જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, અનેક ડેમમાં નવા નીરની આવક, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
સમગ્ર ગુજરાત રાજયમાં ભાદરવો ભરપૂર જોવા મળી રહયો છે. વિતેલા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે અને ડેમ માં નવા નીરની આવક થઈ છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર વૉલ માર્ક લૉ પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે.
આ તરફ વિતેલા 24 કલાકમાં રાજ્યના ભાવનગર,અમરેલી,તાપી,નવસારી,બોટાદ અને ભરુચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક ડેમમાં નવા નીરની આવક થઈ હતી અને નદી નાળા પણ છલકાયા હતા.એક અંદાજ મુજબ ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.