ભરૂચ : 2 ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરી નોંધાવ્યો વિરોધ

ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતી, જ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યું

New Update

સબજેલ પાછળ આવેલ રમત-ગમતના મેદાનનો મામલો

મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રખાય તેવી માંગ ઉઠી

નેશનલ લેવલની ભરૂચની 2 ખેલાડી બહેનો દ્વારા માંગ કરાય

સમગ્ર મામલે વડોદરાથી સાયકલિંગ કરી વિરોધ દર્શાવાયો

કલેકટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરવામાં આવી

 ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ પાછળ આવેલું એક માત્ર રમત-ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રાખવામાં આવે તે માટે નેશનલ લેવલની ભરૂચની 2 ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

 ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબજેલની આવેલી ખુલ્લી જગ્યાના વિવાદે મેદાનનો વિવાદ સપાટી પર ફરી માથુ ઉચક્યું છે આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆતો કરી હતી.

તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ 2 સગી બહેનો પણ આજ મેદાન પર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે.

પરતું જિલ્લામાં રમત-ગમત માટે કોઈ સુવિધાઓ ન હોય હાલમાં વડોદરામાં રહીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહી છેજ્યારે આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતીજ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપીને આ રમત-ગમતના મેદાન પર કોઈપણ પ્રકારનો કબ્જો નહીં કરવા અને આ મેદાન કાયમ સ્થાનિક બાળકો માટે ખુલ્લું રાખવામાં આવે જેથી બાળકો અહીંયા રમીને આગળ વધી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories