ભરૂચ : 'મ્યુકરમાયકોસીસ'થી પ્રથમ મોત થતાં ખળભળાટ

58 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત.

New Update

કોરોના દર્દીઓમાં દેખાતા મ્યુકરમાયકોસીસ રોગનો ચારેબાજુ ભય ફેલાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરો બાદ હવે આ રોગ ભરૂચમાં દેખાતા ભય સર્જાયો છે. ભરૂચની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લેતા મ્યુકરમાયકોસીસનાં દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે ભરૂચ જિલ્લામાં આ બીમારીથી દર્દીના મોતનો પ્રથમ બનાવ છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પરની એક સોસાયટીમાં રહેતી 58 વર્ષીય મહિલા દર્દીને મ્યુકરમાંઇકોસીસનાં લક્ષણો જણાતા તેને સારવાર અર્થે પ્રથમ સુરત દાખલ થયા બાદ ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મહિલા દર્દીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અગ્નિસંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઝનોર અને અંકલેશ્વરનાં મયુકર્માઇકોસીસનાં દર્દીઓ સામે આવ્યા હતા અને દર્દીઓના સુરત અને વડોદરાની હોસ્પિટલો ખાતે સારવાર દરમિયાન મોત થયા છે. સુરત અને વડોદરાની હોસ્પિટલોમાં ભરૂચ જિલ્લાના 20થી વધુ મ્યુકોરમાંઇકોસીસનાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 

Latest Stories