New Update
/connect-gujarat/media/media_files/2025/11/21/bharuch-railway-police-2025-11-21-19-03-35.jpeg)
ભરૂચ રેલવે સ્ટેશને એક મહિના પહેલા મધ્યપ્રદેશના કપીલ અને સીમુએ ગરીબ રથ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. દહેજના વડીયામાં પહેલી પત્ની સાક્ષી સાથે 25 ફેબ્રુઆરી જ પ્રેમલગ્ન કરી મૃતક કપીલ નામદેવ રહેતો હતો. દરમિયાન તેને સતનાની સીમુ નામદેવ સાથે પ્રેમ થઇ ગયો હતો. સીમુને ભગાડી જઇ દહેજ લઈ આવી બીજી પત્ની તરીકે રાખવા લાગ્યો હતો.
દરમિયાન સીમુનો ભાઈ પ્રકાશ નામદેવ ચાર માણસો સાથે કપિલના વતન પોહચી તેની બહેનની પૂછપરછ કરવા આવતા દહેજમાં કપિલ જોડે હોવાનું જાણવા મળતા ધાક ધમકી આપી હતી. ગત 18 ઓક્ટોબરે કપીલ અને સીમુ દહેજથી નીકળ્યા બાદ 19 ઓક્ટોબરે સાંજે ભરૂચ સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટમાં પ્રેમિકા સીમુના ભાઈના ફોન પર ધાક ધમકીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે ભરૂચ રેલવે પોલીસ મથકે મૃતક કપિલના ભાઈ રાવેન્દ્રએ યુવતીના ભાઈ પ્રકાશ સામે આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ આપી હતી.
Latest Stories