ભરૂચ : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા ખાતે બેઠક યોજાય...

રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 શરૂ કરવામાં આવ્યો છે. જો મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા કે, સરનામા બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરાવી શકશે.

New Update
ભરૂચ : મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા ખાતે બેઠક યોજાય...

પાલિકા ખાતે SDMની અધ્યક્ષતામાં બેઠક યોજાય

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરાય

યુવા મતદારોને નામ નોંધણી કરાવવા માટે અપીલ

રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022 શરૂ કરવામાં આવ્યો છે. જો મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા કે, સરનામા બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરાવી શકશે. ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામનો ઉમેરો કરાવી શકશે. તા. 1 જાન્યુઆરી 2022ના રોજ જેમની ઉમર 18 વર્ષ કે, તેથી વધુ હોય તો તેવા લોકો મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાર તરીકે નામ નોંધણી કરાવી શકશે. આ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવનાર 4 રવિવાર સુધી કોઈપણ વ્યક્તિને નામ નોંધણી કે, વોટર આઇડી કાર્ડમાં સુધારો કરવો હોય તો નજીકના બુથ પર અથવા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઇન લીંક કરવા માટે વોટર હેલ્પલાઇન એપની પણ સુવિધા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં મતદાન સુધારણા કાર્યક્રમનો વધુમાં વધુ લોકોને લાભ મળે અને કોઈપણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહે તેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ભરૂચના વેપારી મંડળ સાથે બેઠક યોજાય હતી. આ બેઠકમાં જરૂરી ચર્ચા કરી સરકાર અને વહીવટી તંત્રના મતદાન સુધારણા કાર્યક્રમમાં સહભાગી બની લોકો સુધી આ લાભ પહોંચે તે અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સતહ જ મતદાન સુધારણા કાર્યક્રમમાં ઓનલાઇન અને ઓફલાઈન પદ્ધતિથી લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી. સમગ્ર બેઠક દરમ્યાન ભરૂચ પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા સહિત વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.