ભરૂચ ACBએ કસ્ટમ ઇન્સ્પેકટરને રૂ.40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો

ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે  દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો

New Update
કસ્ટમ ઇન્સ્પેકટરને રૂ.40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો

ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સપાટો બોલાવી કસ્ટમ ઇન્સ્પેક્ટરને રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અભિયાન હાથ ધર્યું છે અને લાંચીયા અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. ભરૂચના દહેજ ખાતે આવેલ સેઝ વનમાં ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા.

આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઇડીસીમાં આવેલ સેઝ વનના ગેટની અંદર સિવિલ સેન્ટીંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે  સેઝ વનના ગેટ પર ચેકિંગ કરાવી પેપર પર સહી અને સિક્કો મરાવવાનો હોય છે.આ બનાવમાં ફરિયાદીનું સેઝ વનમાં ચાલતું કામ પૂરું થઈ જતા સામાન પરત લેવા માટે જરૂરી સહી સિક્કા માટે દહેજ સેઝ વનના કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામજીન સિંગે તેઓ પાસે રૂપિયા ૪૦ હજારની લાંચની માંગ કરી હતી.

આ અંગે ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે  દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories