ભરૂચ : ટંકારીયા ગામે કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર કોરોના વોરિયર્સનું સન્માન

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના હૉલમાં કોવિડ કેર સેન્ટરમાં નિસ્વાર્થપણે સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સ માટેના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ટંકારીયા ગામમાં કોરોના કાળ દરમિયાન કાર્યરત થયેલા કોવિડ કેર સેન્ટરમાં નિસ્વાર્થ સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશન તેમજ ગ્રામ પંચાયત ટંકારીયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સન્માન સમારોહનો પ્રારંભ તિલવતે કુરાન શરીફ સાથે કરવામાં આવ્યો હતો. કારીયા ગામના વતની અને હાલ ભરૂચ ખાતે સ્થાયી થયેલા અબ્દુલ કામઠીએ કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર તેમજ કોરોનાના કપરા કાળમાં મદદરૂપ બનનાર તમામ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ, સખી દાતાઓ તેમજ મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોરોના વોરિયર્સને ટ્રોફી, પુષ્પગુચ્છ તેમજ પ્રમાણ પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ મુમતાઝ લાલન, મુસ્તુફા ખોડા, મકબુલ અભલી, સઇદ બાપુજી સહિત ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને WBVFના સદસ્ય યુસુફ જેટ તેમજ ટંકારીયા ગ્રામ પંચાયતના સદસ્યોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

Latest Stories