Connect Gujarat
ગુજરાત

ભરૂચ: આઝાદી કા અમૃત મહોત્સવ, ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 દોડનું આયોજન

X

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ખાતેથી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 દોડનું આયોજન કરાયું

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતા હોય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 અને ભાગીદારી સે જન આંદોલન થીમ અનુસાર ભરૂચ શહેરમાં વિદ્યાર્થી યુવક-યુવતીઓની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ દોડને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લટાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાનના ઝયનુલ સૈયદ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story