/connect-gujarat/media/post_banners/5f3fa41e9e34c1000e32f997581d4346c2b7bee8340e6c7ff5dfff9447bfea2a.jpg)
હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલ અલવા ગામ નજીક સામેના વાહને હેડલાઇટ કરતા મહિલા કાર ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં ધડાકાભેર ઉતરી જતા ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી હતી
મૂળ હાંસોટના ઇલાવ ગામના અને સુરત ખાતે સાસરીમાં રહેતા મીનાબેન સમીર પટેલ બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગતરોજ અંકલેશ્વર ખાતે બ્યુટી પાર્લરનો ઓર્ડર હોય અન્ય બે યુવતીઓ સાથે આવ્યા હતા જેઓ ઓર્ડર પતાવી મધરાતે ઇલાવ થઇ સુરત જવા માટે પોતાની કાર નંબર-જી.જે.05.આર.એચ.4937 લઇ નીકળ્યા હતા તે દરમિયાન હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલ અલવા ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ વાહન ચાલકે હેડ લાઈટ કરતા મહિલા કાર ચાલક મીનાબેન પટેલે સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ધડાકાર ભેર માર્ગની બાજુમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માત અંગે હાંસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે