ભરૂચ : ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર હુમલાનો મામલો, કડક કાર્યવાહીની માંગ સાથે જંબુસર રંગ અવધૂત પરિવારનું તંત્રને આવેદ

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર હુમલાનો મામલો, કડક કાર્યવાહીની માંગ સાથે જંબુસર રંગ અવધૂત પરિવારનું તંત્રને આવેદ

ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ તથા ચરણ પાદુકા ઉપર હુમલો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. 1 ઓક્ટોબરના રોજ જુનાગઢ સ્થિત ગિરનાર પર્વત પર દિગંબર જૈન સમાજના કેટલાક લોકોએ દત્તાત્રેય શિખર ઉપર હુમલો કરી મૂર્તિ ઉપર વસ્તુઓ ફેંકી ખંડિત કરવા પ્રયાસ કર્યો હતો. તથા ભગવાનની ચરણ પાદુકા ઉપર પ્રહાર કરી નુકશાન કરવા પ્રયાસ કર્યો હતો, જે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. તેનાથી ભારતભરના કરોડો દત્ત ભક્તોની લાગણી દુભાઈ છે. આ સ્થાનના વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને મનાઈ હુકમ હોવા છતાં કોર્ટનો અનાદાર કર્યો છે. કાયદો હાથમાં લઈને ગંભીર પ્રકારનો ગુનો કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગણી છે. કથાકાર નિખિલ જાનીની આગેવાનીમાં જંબુસરના દત્ત મંદિરથી રેલી સ્વરૂપે દત્ત ધુન કરતા સોની ચકલા, કંસારા ઢોળ, ટંકારી ભાગોળ થઈ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સનાતન પરંપરા ઉપર હુમલા થઈ રહ્યા છે. આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની સંભાવનાના પગલે આ ઘટનામાં તલસ્પર્શી તપાસ રાષ્ટ્ર હિતમાં થવી જરૂરી છે. આ પ્રયાસને ગુજરાત સરકાર ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવામાં આવે તે માટે દત્ત મંડળ મંત્રી મનોજ ગાંધી, ઉપપ્રમુખ હરીશ પાનવાલા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.