/connect-gujarat/media/post_banners/3be9621649e98c545505afbe6c1351bc00d1eda3d9cd39919748482e54ea3f47.jpg)
કોંગ્રેસનાં નેતા અને સાંસદ રાહુલ ગાંધીના જન્મ દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીના 51માં જન્મ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના 51માં જન્મ દિન નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર લેતા દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રણા,યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણમ જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી,શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી ,વિપક્ષના નેતા સમસાદ અલી સેયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા