ભરૂચ: કાસદ ગામે મુખ્ય કેનાલની બાજુમાં ન.પા.એ ડમ્પિંગ સાઇટ ઉભી કરી દેતા વિવાદ!

ભરૂચમાં નગરપાલિકાની ડમપિંગ સાઈટનું ભૂત ફરી ધુણ્યું છે.જેમાં કાસદ ગામની ગૌચરની જમીનમાં અમલેશ્વર બ્રાન્ચ કેનાલની બાજુમાં કચરો ઠલવાતા કચરાના ગઢ બન્યો છે

New Update
Advertisment
ભરૂચમાં નગરપાલિકાની ડમપિંગ સાઈટનું ભૂત ફરી ધુણ્યું છે.જેમાં કાસદ ગામની ગૌચરની જમીનમાં અમલેશ્વર બ્રાન્ચ કેનાલની બાજુમાં કચરો ઠલવાતા કચરાના ગઢ બન્યો છે.આ પાણીની કેનાલમાં ઉડીને કચરો પડતો હોય લોકોના સ્વસ્થ અંગે પણ સવાલો ઉભા થયા છે.આ મામલે જાગૃત નાગરિકો મેદાને પડીને આ સાઈટ બંધ કરાય તેવી માગ કરી રહ્યા છે.
Advertisment
ભરૂચ તાલુકાના કાસદ ગામે પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરાનો  નિકાલ કરવામાં આવતાં સમગ્ર પ્રકરણ ચર્ચાની એરણે ચઢ્યું છે.નગરપાલિકા પાસે હાલમાં પોતાની ડમ્પિંગ સાઈટ ન હોવાથી અને સાયખા GIDC સ્થિત ડંપિંગ સાઇટ દૂર પડતી હોય થોડા સમય પહેલા જ થામ ગામ પાસે એક ખેતર ભાડે રાખીને તેમાં કચરો ઠલવાતો હોય તેના પ્રદુષણ,દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવી થામની ડમપિંગ સાઈટને બંધ કરાવી હતી.બાદમાં કાસદ અને થામ વચ્ચે આવેલી ગૌચરની જમીનમાં પુનઃ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર શહેરનો કચરો ઠાલવવાની કમગીરી શરૂ કરાઇ છે.આ મામલે જાગૃત નાગરિક અબ્દુલ કામઠી તેમજ વિરોધ પક્ષના નેતા સમસાદ સૈયદે નગર સેવા સદનના સત્તાધીશોની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા.
ડમપિંગ સાઈટનો કચરો કેનાલમાં કચરો પડતો હોય લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થતો હોય તેમ લાગી રહ્યું છે.આ અંગે કાસદ ગામના પંચાયતના વહીવટદાર દેવરાજસિંહ રાજ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં પંચાયત પાસે આ મામલે કોઇ પણ પ્રકારની પરવાનગી જ નહીં લેવાઈ હોવાનું જણાવ્યું હતું. તો નગર સેવાસદનની કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ આ અંગે જણાવ્યું હતું કે થોડા સમય માટે જ નગરપાલિકાના કચરાનો અહીં નિકાલ કરવામાં આવી રહ્યો છે પરંતુ ટૂંક જ સમયમાં નગરપાલિકાની ડમપિંગ સાઈટની મંજૂરી મળી જશે એટલે આ પ્રશ્નનું નિરાકરણ આવશે
Latest Stories