/connect-gujarat/media/post_banners/59a6b12576b2b2ca48eb387a80e3fafdbcc7187989662fa44cf4f066c2d399b6.jpg)
ભરૂચ ખાતે કોરામંડલ કંપની દ્વારા વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ વિતરણ કાર્યકમ નું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર સ્થિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરમંડલ કંપની દ્વારા વર્ષ 2023 - 24 ની સ્કોલરશીપનું 250 જેટલી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.જેમાં એજ્યુકેશન ઇન્સ્પેકટર દિવ્યેશભાઈ પરમાર, કોરામંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીનીઓ અને વાલીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.