Connect Gujarat
ગુજરાત

ભરૂચ: શિક્ષક સહાયકની ભરતીમાં આવેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા

શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા 2021નો આરંભ, ભરતીમાં 239 ઉમેદવારોના આવેદન આવ્યા હતા.

X

ભરૂચની એમિટી સ્કૂલ ખાતે શિક્ષક સહાયકની ભરતીમાં આવેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકનો ભરતી પ્રક્રિયા 2021નો આરંભ કરવામાં આવ્યો છે. શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 10 અને 11 દરમિયાન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એમિટી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંગીતા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં 239 ઉમેદવારોના આવેદન આવ્યા હતા જેમાં 193 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

Next Story
Share it