/connect-gujarat/media/post_banners/3318d8b2ac3080f7aa0a29e4be3ab46845a735f94853a12d3c1e699b2191b5c1.jpg)
ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન જમીન સંપાદિતમાં વળતરને લઇ કલેકટરનેઆવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વયસમિતિના ખેડૂતઆગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા-મુંબઈએક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન,ભાડભૂતબેરેજ યોજનાઓમાં જમીનોસંપાદિત કરવામાં આવી છે આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અનેવડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીનસંપાદન અધિનિયમ 2013ની કલમ 26(2) મુજબ વળતર ચુકવાયુંછે અને ત્યાર બાદ જખેડૂતોને જમીનનો કબ્જોસુપ્રત કર્યો છે જે યોજન પ્રમાણેભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપી આશ્વાસન જ આપવામાંઆવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જો વહેલી તકે વળતર નહિ ચૂકવાય તો જેરીતે માંગરોળ તાલુકાના ખેડૂતોએ કામગીરી અટકાવી તે જ રીતે કામગીરી અટકાવવાની ચીમકીઉચ્ચારવામા આવી છે.અને જમીન સંપાદનના એવોડની હોળી કરી માંગણી સ્વીકારવા માંગ કરી છે.