ભરૂચ : ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી, સર્વાનુમતે પુનઃ એકવાર ઈદ્રિશ કાઉજીની પ્રમુખ તરીકે વરણી

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પુનઃ એકવાર ઈદ્રિશ કાઉજીની પ્રમુખ તરીકે વરણી

New Update
ભરૂચ : ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી, સર્વાનુમતે પુનઃ એકવાર ઈદ્રિશ કાઉજીની પ્રમુખ તરીકે વરણી

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પુનઃ એકવાર ઈદ્રિશ કાઉજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે રવિવારના રોજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રથમ કોરોના કાળમાં મૃત્યુ પામેલ પત્રકારોને 2 મિનિટના મૌન દ્વારા શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. તો સાથે જ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ જગદીશ પરમાર દ્વારા મુકાયેલ એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંઘના ખજાનચી સીરાજ ભીમ તેમજ વિરલ રાણાએ નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કર્યો હતો, જ્યારે અંતિમ એજન્ડામાં આગામી વર્ષના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભામાં આગામી 2 વર્ષના નવા પ્રમુખ તરીકે પુનઃ એકવાર ઈદ્રિશ કાઉજીની સર્વાનુમતે વરણી કરવામાં હતી. ઈદ્રિશ કાઉજીની વરણીને ઉપસ્થિત તમામ પત્રકારોએ વધાવી શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા. ઉપરાંત સઘન કારોબારી અધ્યક્ષ તરીકે નવીન પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભા દરમ્યાન પૂર્વ. પ્રમુખ જગદીશ પરમાર તેમજ આગામી 2 વર્ષ માટે વરણી કરાયેલ ઈદ્રિશ કાઉજી, નિલેશ ટેલર, નવીન પટેલ સહિત ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પત્રકારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories