/connect-gujarat/media/post_banners/c5e44aed4a33b9ee13cd7229edff90d2c40179cd2de9d113bbf6561035273a17.webp)
ભરૂચના વાગરા તાલુકાના પખાજણ સ્થિત નિમાર્ણધીન યશો કંપનીમાં કામ કરતા કામદારે પત્ની સાથે બોલાચાલી થતા ઇસમે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર પખાજણ સ્થિત યશો કંપનીની પરિમાઇસીસના અંદરના ભાગે આવેલ કોલોનીમાં રહેતા ઉત્તમ શંકર બગડી નામનો વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે વતનમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી. પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પતિ ઉત્તમ શંકરને લાગી આવતા તેણે રૂમમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. બનાવની જાણ ઉત્તમ શંકર બગડીની પત્ની કલ્પનાને થતા તેના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. પત્ની કલ્પનાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે PM અર્થે ખસેડી સી.આર.પી.સી ની કલમ 174 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે