ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિના ડબલ મર્ડરમાં જમાઈએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,હત્યાનું કારણ જાણી ચોંકી જશો

ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ મામલામાં દેવુ

New Update
ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ
Advertisment
શિક્ષક દંપત્તીની થઈ હતી હત્યા
પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલયો
મૃતકના જમાઈની કરી ધરપકડ
દેવું વધી જતા લૂંટ કરી સાસુ સસરાની નિર્મમ હત્યા કરાય
ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.આ મામલામાં દેવુ વધી જતા સગા જમાઈએ જ  લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Advertisment
ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જોતા બેડરૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.આ અંગે વાલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની આકરી  પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો. જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી રાત્રી દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો.પોલીસને શક ન જાય એ માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૪૩ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે.આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે. આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણા આપે છે અને ઘરમાં મોટી કેસ તેમજ દાગીના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે
Advertisment
Latest Stories