Connect Gujarat
ગુજરાત

ભરૂચ: નગર સેવા સદનનો નવતર અભિગમ,શાકમાર્કેટમાં પહોંચી વેપારીઓને મૂકી કોરોના વેક્સિન

શાકમાર્કેટમાં પહોંચી વેપારીઓને મૂકી કોરોના વેક્સિન, વેપારીઓ કોરોનના સુપર સ્પ્રેડર ન બને એ માટે લેવાયો નિર્ણય.

X

ભરૂચ નગર સેવા સદન દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. શાકભાજીના વેપારીઓને માર્કેટમાં જઈ રસી મૂકવામાં આવી હતી.

રાજયમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ છે અને ત્રીજી વેવની આશંકા સેવાય રહી છે ત્યારે તંત્ર દ્વારા રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાકભાજી સહિત અન્ય ચીજવસ્તુઓના વિક્રેતા કોરોનાના સુપર સ્પ્રેડર ન બને એ માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો હતો. નગર સેવા સદનની આરોગ્ય વિભાગની ટિમ આજરોજ શહેરના શક્તિનાથ શાક માર્કેટમાં પહોંચી હતી અને શાકભાજીના વેપારીઓને ઓન ધ સ્પોટ કોરોનાની વેક્સિન મૂકી હતી જેથી કરી તેઓને કોરોના સામે રક્ષણ મળી રહે. આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે કોરોના કાળમાં રસીકરણ ખૂબ જ જરૂરી છે ત્યારે તંત્ર હવે લોકો સુધી પહોંચી વધુમાં વધુ લોકો રસી લે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Next Story