/connect-gujarat/media/post_banners/5c4e206ce0d116fe4ef2c0933feaf1e8f2ba68f55890a8f238c127dee8a87717.jpg)
ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોએ બાયપાસ વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજનું નામકરણ અને બ્યુટીફીકેશન કરવાની માંગ સાથે ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ-દહેજ રોડ પર આવેલ બાયપાસ જંબુસર ચોકડી વિસ્તારમાં ઓવર બ્રીજનું નામકરણ અને બ્યુટીફીકેશન માટે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી..ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર આવેલા ફલાય ઓવર બ્રિજ ત્રણ તાલુકા અને દહેજ ઔદ્યોગિક વસાહતને જોડતો અતિ મહત્વનો બ્રિજ હોવાથી સ્થાનિક લોકો દ્વારા તેને સુશોભિત અને લાઈટોથી સજ્જ કરવામાં આવે તે માગણી સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોએ ભરૂચ કલેકટરને બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજનું નામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે ઓળખાતા એપીજી અબ્દુલ કલામના નામ પરથી આપવામાં આવે અથવા ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન ના યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડેલા સૈનિક વીર અબ્દુલ હમીદનું નામ આપવાની માંગ સાથે ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.