/connect-gujarat/media/post_banners/efa32e512544f064d7747372fb394b97dcd8c50a0921a69f415863b6a52ef163.jpg)
રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે દેવાલયો ગાઈડ લાઇન અનુસાર ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ભરૂચના ઝઘડીયા સ્થિત સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ મંદિર દર શનિવારે ખુલ્લુ રહેશે.
કોરોનાની સ્થિતિમાં સુધારો થવાને કારણે રાજ્ય સરકાર છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કેટલીક છૂટ આપવામાં આવી હતી અને છેલ્લા 15 દિવસથી ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા માન્ય કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું છે.તે જ રીતે ભરૂચના ઝગડીયા સ્થિત ગુમાનદેવ હનુમાનજીનું મંદિર પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ગુમાનદેવ મંદિરનું મહત્વ હોવાના કારણે દર શનિવારે દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે ત્યારે હવે ગુમાનદેવ મંદિર દર શનિવારે ખુલ્લુ રહેશે. કોરોના ગાઇડલાઇન મુજબ મંદિરમાં ચુસ્તપણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અને દર્શનનો લાભ લેવાની વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.