Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પ્રાચીન ગરબાની પરંપરાને ધબકતી રાખતાં માનસ સોસાયટીના ખેલૈયાઓ

બે વર્ષ બાદ ભરૂચમાં નવરાત્રિના પર્વની રંગત જામી છે ત્યારે ઝાડેશ્વરની માનસ નગર સોસાયટીના ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખી છે

X

બે વર્ષ બાદ ભરૂચમાં નવરાત્રિના પર્વની રંગત જામી છે ત્યારે ઝાડેશ્વરની માનસ નગર સોસાયટીના ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખી છે.

જગત જનની મા જગદંબાની સ્તૃતિના પર્વ નવરાત્રીમાં પ્રાચીન ગરબાઓની બોલબાલા હતી. શેરીઓમાં રમાતાં ગરબાઓએ વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગરબાના બદલાયેલા સ્વરૂપના કારણે શેરી ગરબા અને ગરબીની પરંપરા વિસરાઇ ગઇ છે. બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે બે વર્ષથી ગરબાના આયોજન પર રોક લાગી છે. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે શેરી ગરબાને મંજુરી આપી છે. માત્ર શેરી ગરબાને મંજુરી આપવામાં આવતાં પ્રાચીન ગરબાની રંગત પાછી ફરી છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી માનસનગર સોસાયટીમાં મહીલાઓએ માથા પર ગરબી મુકીને પ્રાચીન કળાને જીવંત કરી હતી.

Next Story