Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી હોય તો કોઇ ફર્ક નથી પડતો : મનસુખ વસાવા

પાટીદાર બાદ હવે આદિવાસી સમાજમાંથી ઉઠી માંગ બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ કરી માંગણી

X

ખોડલધામ ખાતે મળેલી પાટીદાર આગેવાનોની બેઠકમાં રાજયનો આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી બનવો જોઇએ તેવી માંગ ઉઠી હતી. હવે ગાંધીનગરમાં આદિવાસી આગેવાનોની બેઠક બાદ મુખ્યમંત્રી આદિવાસી નેતાને બનાવવા જોઇએ તેવી માંગણી ઉઠવા પામી છે.

ભરૂચના ઝગડીયાના બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના નિવેદન ભરૂચ જિલ્લામાં રાજકીય ઉથલ પાથલ સર્જી છે. છોટુભાઈનું કહેવું છે કે રાજ્યના મુખ્ય મંત્રી આદિવાસી હોવા જોઈએ. જેની સામે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવાએ નિવેદન આપ્યું છે કે આદિવાસી મુખ્ય મંત્રી હોવાથી કોઈ ફરક પડતો નથી. આદિવાસીઓના કામ થવા જરૂરી છે.

જો આદિવાસી મુખ્યમંત્રી હોઈ તો સમાજના માટે કંઈક વિચારે પરંતુ ઘણા બધા ઉચ્ચ હોદ્દાઓ પર આદિવાસી નેતાઓ બિરાજેલા છે પરંતુ આદિવાસીઓના કામ કરવા માટે વિચાર આવવો પણ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે રાજયમાં વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે અને આ અગાઉ પાટીદાર સમાજ તેમનો નેતા મુખ્યમંત્રી હોવો જોઇએ તેવી માંગ કરી ચુકયો છે.

Next Story