/connect-gujarat/media/post_banners/d25fa5d08dad6e09e94d62f2b2be93e59a0a6f4cd1c6364735c0c20e08e668be.jpg)
ભરૂચ ખાતે સવારથી નર્મદા મૈયાના નદીના કાંઠા ઉપર માછીમારોએ વિશેષ પૂજા અર્ચના કરી દૂધનો અભિષેક કર્યો હતો અને માછીમારીના સિઝનની શરૂઆત કરી હતી.
જ્યારે કોઈપણ નવો વ્યવસાય શરૂ કરવાનો હોય તો સૌપ્રથમ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેવી જ રીતે માછીમારો પણ ચોમાસાની ઋતુમાં માછીમારીની સીઝની શરૂ કરતા પહેલા તમામ માછીમારો નર્મદા મૈયાને દૂધનો અભિષેક કરી ભજન કિર્તન સાથે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી માછીમારીનો વ્યવસાય શરૂ કરતા હોય છે ત્યારે રવિવારના દિવસે સવારથી નર્મદા મૈયાના નદીના કાંઠા ઉપર માછીમારોએ વિશેષ પૂજા અર્ચના કરી દૂધનો અભિષેક કર્યો હતો.
નર્મદા મૈયા ભરૂચમાં વસતા માછીમારો માટે રોજગારી આપતું સાધન કહી શકાય અને દર ચોમાસાની ઋતુમાં નર્મદા મૈયા માછીમારો માટે આવકનું સાધન બની જતું હોય છે તે માટે માછીમારી કરતા માછીમારો નર્મદા મૈયાને સૌપ્રથમ સીઝનની શરૂઆત કરતા પહેલા સવારથી જ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોએ પોતાના વિસ્તારોમાંથી એક ગ્લાસ દૂધ ઘરે ઘરેથી મેળવી ભજન મંડળી સાથે નર્મદા મૈયાને દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી માછીમારીની સિઝનની શરૂઆત કરી હતી.