ભરૂચ : નર્મદા નદી કાંઠાના 333 શિવતીર્થોમાં શ્રેષ્ઠ એટલે શુકલતીર્થ, કરો દર્શન શુકલેશ્વર મહાદેવના

શુકલતીર્થમાં આવેલું છે શુકલેશ્વર મહાદેવનું મંદિર, કારતક મહિનામાં શુકલતીર્થ ખાતે ભરાય છે મેળો.

New Update
ભરૂચ : નર્મદા નદી કાંઠાના 333 શિવતીર્થોમાં શ્રેષ્ઠ એટલે શુકલતીર્થ, કરો દર્શન શુકલેશ્વર મહાદેવના

ભરૂચમાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં શુકલેશ્વર મહાદેવ મંદિરનું અનેરૂ મહત્વ છે. નર્મદા નદી કિનારે આવેલાં 333 શિવતીર્થોમાં શુકલતીર્થને સર્વશ્રેષ્ઠ તીર્થ ગણવામાં આવે છે.

ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં લોકમાતા નર્મદા નદીના કિનારે અનેક પૌરાણિક શિવાલયો આવેલાં છે. નર્મદા નદી કાંઠા ના ૩૩૩ શિવર્તીથો અને ૨૮ વિષ્ણુ ર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. રાજા ચાણકય, ભૃગુઋષિ, અગ્નિ‌હોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ધર્મરાજ યુધિષ્ઠિ‌રની યાત્રા સહિતની અનેક ગાથાઓ શુકલતીર્થ સાથે સંકળાયેલી છે. સ્કંદ પુરાણ, નર્મદા પુરાણ, રેવાખંડ, શિવપુરાણ, માર્કડેય સહિ‌ત ધર્મગ્રંથોમાં શુકલતીર્થનો ઉલ્લેખ થયેલો છે. મહાભારત કાળના નૈમિષારણ્ય ગણાતા ક્ષેત્રમાં કારતક સુદ અગિયારસ થી પુનમનાં દિવસોમાં દેવો સુક્ષ્મરૂપે ઉપસ્થિત રહેતા હોવાની લોકવાયકા છે.

મહર્ષિ‌ માર્કંડેયપાસે મોક્ષ તીર્થ તરીકે આગ્રહપૂર્વક નર્મદાના તટ પરના આવેલા ર્તીથો વિશે જાણવા ધર્મરાજ યુધિષ્ઠિ‌રે ઉત્સુક્તા વ્યકત કરી હતી. મહર્ષિ‌એ બધા જ ર્તીથોમાં શ્રેષ્ઠ નર્મદા નદીના ઉત્તર તટ ઉપર આવેલા શુક્લતીર્થનું મહાત્મય સંભળાવ્યું હતું. શુકલતીર્થની ઉત્પતિ વિશે આદર અને શ્રદ્ધા ભાવથી ઋષિએ ધર્મરાજને જણાવ્યું હતું કે, શુક્લર્તીથની ઉત્પતિ અને ચાણક્ય રાજાને મળેલી સિદ્ધી અને તેમના માનમાં દર વર્ષે ભરાતાં ભાતીગળ યાત્રા-મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.

શુકલતીર્થમાં સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ શુક્લેશ્વર મહાદેવ આજે પણ હયાત છે. આકાશવાણી મુજબ રાજા ચાણક્યને નર્મદા નદી જયાંથી નીકળે છે ત્યાંથી કાળા વસ્ત્ર, કાળી ગાય અને કાળા સઢની નાવ લઈ પ્રસ્થાન કરવા જણાવાયુ હતુ. જ્યાં આ તમામ વસ્તુઓ શ્વેત થશે ત્યાં રાજન તારો મોક્ષ થશે.આ સાંભળી નર્મદા નદી જ્યાંથી નીકળે છે એવા અમરકંટકથી ર્તીથાટન કરતા રાજા ર્તીથક્ષેત્ર શુક્લેશ્વર મહાદેવ આવતા તેના દર્શન થકી ત્રણે વસ્તુ સફેદ થતા પાતાળ માંથી મહાકાલ અલૌકિક લીંગ પ્રગટ થયું હતું. શુક્લેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી માનવ માત્રની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અનેક પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.

Latest Stories