ભરૂચ:નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કઠોળ સંશોધન કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે ખેડૂતો માટે શિબિરનું આયોજન

ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ સ્થિત નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કઠોળ સંશોધન કેન્દ્રના સંયુકત ઉપક્રમે કુલપતિ ડો.ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન ક્ષેત્રેના તજજ્ઞનો ડો. ટી.આર.અહવાવત,ડો. જે. જી. પટેલ,ડો.વી.એ.સોલંકી સહિતના તજજ્ઞો દ્વારા કઠોળ પાકોનું પારંપરિક આહારમાં મહત્વ સમજાવતાં તેમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ અને કઠોળ પાકોમાં રહેલ પ્રોટીન તેમજ અન્ય જરૂરી વિટામીન વિશે જાણકારી આપવામાં આવી હતી.કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા વિસ્તાર અને પાકને અનુરૂપ તુવેર, ચણા, મગ, વાલ, પાપડી વગેરેની વિવિધ જાતો અને તેની વૈજ્ઞાનિક ખેતી અંગેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી