ભરૂચ: નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક

ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી

New Update
નર્મદા નદીની જળ સપાટી ફરીવાર વધી
નદીની જળ સપાટી 14 ફૂટને પાર
ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક
નદીની ભયજનક સપાટી 24 ફૂટ
ડેમની સપાટી 135 મીટર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ફરી એકવાર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટી 14.76 ફૂટે પહોંચી છે.નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 63,755 ક્યુસેક પાણીની આવક થતા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 135 મીટર નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 86,716 ક્યુસેક છે.તો ગરૂડેશ્વર બ્રિજનું લેવલ 16.34 મીટર નોંધાયુ છે.આ તરફ વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના કુલ 9 પૈકી 8 તાલુકા કોરાકટ રહ્યા હતા માત્ર વાલીયામાં જ 2 મી.મી.વરસાદ નોંધાયો હતો.
Read the Next Article

નવસારી : બોરસી ગામ દરિયાના પાણી પ્રવેશતા સ્થાનિકોને હાલાકી,પ્રોટેક્શન વોલના અભાવે વધી સમસ્યા

દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછળ્યા અને દરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા લોકોની સમસ્યા વધી

New Update
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

  • દરિયામાં કરંટ વધતા ઉછળ્યા મોજા

  • દરિયાના પાણી કિનારાના ગામમાં પ્રવેશ્યા

  • વાસી અને બોરસી ગામમાં સર્જાઈ મુશ્કેલી

  • સ્થાનિકોએ પ્રોટેક્શન વોલની કરી માંગ  

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામમાં દરિયાના પાણી ફરી વળતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,જ્યારે દરિયા કિનારે પ્રોટેક્શન વોલની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,સાથે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે.જોકે બીજની ભરતીને પગલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછળ્યા હતા.અને દરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે લોકોની સમસ્યા વધી છે.

ગામમાં દરિયાના પાણી પ્રવેશ કરતા લોકો ભયના નેજા હેઠળ જીવી રહ્યાં છે.ગામમાં પાણી ઘુસી જતા ગ્રામજનો દુવિધા અનુભવી રહ્યા છે. ખારા પાણી ગામમાં આવતા ખેતીને નુકસાન ઉપરાંત તળાવનાં પાણી પણ ખારા થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.વધુમાં ગામના અસ્તિત્વ સામે મોટા સવાલો ઉભા થતા સ્થાનિકો સંરક્ષણ દીવાલની માંગ કરી રહ્યા છે.