ભરૂચ: સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા પહોંચ્યા કલેક્ટર કચેરી

ભરૂચ અને આમોદ તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, સમાન જંત્રી આપવાની માંગ.

New Update
ભરૂચ: સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા પહોંચ્યા કલેક્ટર કચેરી

વડોદરા મુંબઈ એક્ષપ્રેસ વેના નિર્માણમાં થતી જમીન સંપાદન પ્રક્રિયામાં સમાન ભાવે જંત્રી આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેઓ સાથે સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂસિંહ રણા પણ જોડાયા હતા.

વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણમાં થતી જમીન સંપાદન માટે વાગરા વિસ્તારના ગામ દેરોલ, દયાદરા, થામ મનુબર, પાદરીયા, કરેલા, પીપલીયા, કેલોદના ખેડૂતોની રજુઆત મુજબ આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે કલેકટર કચેરી ખાતે આવ્યા હતા.

ખેડૂતોના આક્ષેપ અનુસાર બીજા જિલ્લામાં જંત્રીનો ભાવ ઊંચો હોવાથી તેમની જમીન સંપાદનની વળતરની રકમ મોટા પાયે મળી છે. જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને જંત્રીનો ઊંચો ભાવ આપવાની માંગ કરવામાં આવી છે.

Latest Stories