Connect Gujarat
ગુજરાત

ભરૂચ : 5 અને 10 રૂપિયા નહિ સ્વીકારનારા વેપારીઓ સામે નોંધાશે રાજદ્રોહનો ગુનો

સિકકાઓ સ્વીકારવામાં નહિ આવતાં હોવાની ફરિયાદો, ભરૂચના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડયું જાહેરનામુ.

X

ભરૂચના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા એક જાહેરનામાના કારણે વેપારીઓ અને રીકશાચાલકો સહિત અન્ય વ્યવસાયકારોમાં ફફડાટ ફેલાયેલો છે. જે લોકો 5 અને 10 રૂપિયાના ચલણી સિકકાઓ સ્વીકારતાં નથી તેમની સામે રાજદ્રોહનો કેસ કરવાની ચીમકી આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક RBI દ્વારા બહાર પાડેલા ચલણી નોટ તથા સિક્કા નહિ ચલાવનારાને ટકોર કરાઈ છે. જિલ્લાના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા ચલાવવામાં આવતા નથી કે સ્વીકારવામાં આવતાં નથી તેવી ફરિયાદો તંત્રના ધ્યાને આવી હતી. ખાસ કરીને ₹ 5 ની ચલણી નોટ તથા 10 ના સિક્કાઓ ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય કરેલા હોવા છતાં સ્વીકારવાની વેપારીઓ અને લોકો આનાકાની કરતા હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યાં હતાં.જેને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે એક જાહેરનામુ બહાર પાડયું છે.

ચલણમાં રહેલા નોટો કે સિક્કાઓનો અસ્વીકાર કરનાર વ્યક્તિ સામે રાજદ્રોહનો ગુનો નોંધાઇ શકે છે. હાલ 10 ની ચલણી નોટો જૂની અને ઓછા પ્રમાણમાં બજારમાં વ્યવહારમાં હોવા સામે 10 ના સિક્કા વધુ હોવાથી તે ફરી રહ્યાં છે.કેટલાક વેપારીઓને ચિલ્લર અને સિક્કાઓનો ભાર વધુ લાગતો હોવાથી તેઓ જાતે જ તેમની પાસે થતા ભરાવાને લઈ તેનો લોકો પાસેથી સ્વીકાર કરવાની ચોખ્ખી ના પાડી દે છે. જોકે ભારતીય ચલણમાં રહેલા કોઈપણ સિક્કા કે નોટોનો અસ્વીકાર કોઈ ફરિયાદ કરે તો આવા લોકો કે વેપારીને રાજદ્રોહના ગુનાનો ભોગ બનાવી શકે છે.

Next Story