Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શુક્લતીર્થ ગામે નર્મદા નદીના ઘાટ પર શ્રાદ્ધ પક્ષનું અનેરૂ મહત્વ, દેશભરમાંથી ઊમટ્યું માનવ મહેરામણ

શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ, ત્યારે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

X

શુક્લતીર્થના નર્મદા નદી ઘાટ પર ઊમટ્યું મહેરામણ

દેશમાંથી પોતાના સદગતોના શ્રાધ માટે આવ્યા લોકો

શ્રાદ્ધ પક્ષની વિધિ કરી શ્રદ્ધાળુઓ પિતૃઓનું ઋણ ચૂકવ્યું

શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ, ત્યારે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. શ્રાદ્ધ પર્વને ગરુડ પુરાણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે. આ સાથે જ 3 પ્રકારના ઋણ છે, જેમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ છે. જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો આ પર્વ છે. જો આપણે પિતૃઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે, ત્યારે સમગ્ર દેશમાંથી શુક્લતીર્થ ખાતે શ્રાદ્ધ પક્ષની વિધિ કરવા માટે માનવ મહેરામણ ઊમટ્યું હતું.

આ ઉપરાંત શ્રાધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીની 16 તિથિમાંથી સદગત દેવલોક પામ્યા હોય તેનું શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. અને જેની તિથિ યાદ ન હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ભીષ્મ પિતામહે તેમના પિતા શાંતનુ રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કર્યું હતું. ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કર્યું હતું. તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજાઓ ઋષિઓ, શ્રેષ્ઠ બ્રાહ્મણોએ માનવ જાતીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી તેમના આશિર્વાદ મેળવવાની સૂચના આપી હતી. જેના ભાગરૂપે શ્રાદ્ધનું અનેરૂ મહત્વ રહેતા લોકો શુક્લતીર્થ ખાતે શ્રાદ્ધ માટે ઉમટ્યા હતા.

Next Story