ભરૂચમાં ચોમાસાના સમયમાં શહેરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા હતા જેના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે આ અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગરસેવા સદન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા રૂ.6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં ભરૂચના પાંચબત્તીથી પટેલ વેલફેર હોસ્પિટલ સુધીનો માર્ગ તેમજ રેલ્વે ગોદીના માર્ગનું પ્રથમ તબક્કામાં નવીનીકરણ કરવામાં આવશે અને આ માટે આવનારા દિવસોમાં ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે. શહેરના મોટાભાગના માર્ગોના નવીનીકરણની નગર સેવાસદ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.
ભરૂચ:બિસ્માર માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા ન.પા.ને રૂ.6.50 કરોડની ગ્રાન્ટ ફાળવાય!
ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં માર્ગોના સમારકામની કામગીરી
New Update
ભરૂચમાં બિસ્માર માર્ગોનું કરાશે સમારકામ
રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની કરાય ફાળવણી
રૂ.6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
ધારાસભ્ય દ્વારા કરાય હતી રજુઆત
લોકોને મળશે રાહત
ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરાશે.
Latest Stories