Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અટાલી આશ્રમથી રહિયાદ સુધી એક કીમીના વિસ્તારમાં વૃક્ષારોપણ

X

રાજયમાં દર વર્ષે ચોમાસાની શરૂઆતના દિવસોમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વન મહોત્સવની ઉજવણી તેમજ સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે દહેજની ગુજરાત ફલોરો કેમિકલ્સ કંપનીના ઉપક્રમે અટાલી આશ્રમથી રહીયાદ સુધીના એક કીમીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની માઠી અસરોને જોઇ રહયું છે. અમેરિકા અને કેનેડા જેવા ઠંડા પ્રદેશોમાં તાપમાનનો પારો 49 ડીગ્રીને પાર કરી જતાં લોકો ગરમીથી મૃત્યુ પામી રહયાં છે. આવા સંજોગોમાં પર્યાવરણની જોખમાયેલી સંતુલાને ફરીથી બેઠી કરવા માટે વૃક્ષોનું વાવેતર અને તેનો ઉછેર જરૂરી બની ગયો છે. ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં વન મહોત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રોડની સાઇડ પર તથા પડતર જગ્યાઓમાં વૃક્ષારોપણ કરાય છે.

દહેજની ગુજરાત ફલોરો કેમિકલ કંપની તરફથી તેની સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે અટાલી આશ્રમથી રહીયાદ સુધીના એક કિમીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં એસીએફ પરેશ ચૌહાણ, કંપનીના યુનિટ હેડ સનથકુમાર, નીરજ અગ્નિહોત્રી, એચઆર એડમીન હેડ ડૉ. સુનિલ ભટ્ટ તથા અન્ય મહેમાનો અને કંપનીના કર્મચારીઓ હાજર રહયાં હતાં. આજે જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેના જતનની જવાબદારી પણ કંપનીએ સ્વીકારી છે.

Next Story