ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખુટા ગામની શ્રી કૈલાશ આશ્રમ શાળા ખાતે સત્યમેવ જયતે ગ્રુપ-અંકલેશ્વર અને એશિયન પેઇન્ટ્સ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કૈલાશ આશ્રમ શાળામાં વણખુટા ગામ સહિત આસપાસના વિસ્તારના અનેક મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ અર્થે આવે છે. જે બાળકો શ્રી કૈલાશ આશ્રમ શાળાને પોતાનું જ આશ્રમ માને છે, અહી અભ્યાસ માટે આવતા કેટલાક બાળકોના તો માતા-પિતા પણ નથી. તો કેટલાક બાળકો પરિવાર વિના નિઃસહાય છે, ત્યારે આવા બાળકોની સેવા એટલે, પ્રભુની સેવા માની સત્યમેવ જયતે ગ્રુપ-અંકલેશ્વર અને એશિયન પેઇન્ટ્સ મિત્ર મંડળ દ્વારા શાળાના 80થી વધુ બાળકોને સ્કુલ યુનિફોર્મ તેમજ બૉલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સમાજ સેવા સાથે સંકળાયેલ સંસ્થા એવી સત્યમેવ જયતે ગ્રુપ-અંકલેશ્વર અને એશિયન પેઇન્ટ્સ મિત્ર મંડળના તમામ સભ્યો શાળાના બાળકો સાથે બેસીને ભોજન જમ્યા હતા. આ દરમ્યાન ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ વિજય પટેલ, એશિયન પેઇન્ટ્સના જનરલ સેક્રેટરી ગજેન્દ્ર સિંધા, નાનુભાઈ પટેલ, રઘુ વસાવા, જયદીપ સિંધા સાથે જ સત્યમેવ જયતે ગ્રુપ-અંકલેશ્વરના આગેવાન ક્રિષ્ના મોરિયા, રાકેશ યાદવ, જિગર પટેલ, જયદીપભાઇ, વિકાસ યાદવ, રમેશ ચૌધરી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.