New Update
અંકલેશ્વરમાં પાંચમાં દિવસે કરાયું ગણેશજીનું વિસર્જન
નોટીફાઈડ એરિયામાં 1420 પ્રતિમાનું કૃત્રિમ કુંડમાં વિસર્જન
પાંચ ફૂટ સુધીની મૂર્તિનું કરાયું સફળતા પૂર્વક વિસર્જન
સુરક્ષિત અને વિઘ્નરહિત વિસર્જન માટે કૃત્રિમ કુંડની પહેલી પસંદ
પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરાઈ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ એરિયા વિસ્તારમાં ESIC હોસ્પિટલ પાસે વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે 1420 જેટલી પ્રતિઓનું સફળતા પૂર્વક અને વિઘ્નરહિત વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ESIC હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે સુરક્ષિત રીતે ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી,પાંચમાં દિવસે 1420 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું,આ કુંડમાં 5 ફૂટ સુધીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી.
નોટીફાઈડ તંત્ર દ્વારા વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે એક ક્રેઈન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે નોટિફાઈડના અધિકારીઓ,પોલીસ તંત્ર તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ વિસર્જનને સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આજ કુંડમાં 2174 ગણેશજીની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી.
Latest Stories