New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
નગર સેવા સદન દ્વારા આયોજન
લોકાર્પણ સમારોહ યોજાયો
લાઈટના હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ
7 વોર્ડમાં 15 હાઈમાસ્ટનું નિર્માણ
ભરૂચ નગર સેવા સદનના 7 વોર્ડમાં રૂપિયા 11.45 લાખના ખર્ચે લગાવવામાં આવેલ 15 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા વિજયા દશમીથી દિવાળીના પર્વ સુધી વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર સેવા સદનના કુલ 7 વોર્ડમાં રૂપિયા 11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 15 લાઈટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. લાઈટના હાઈમાસ્ટ ટાવર લાગવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભામાં અભિવૃદ્ધિ થશે સાથે પ્રકાશના કારણે લોકોને અવરજવર કરવામાં પણ સરળતા રહેશે.
Latest Stories