ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: મેઘરાજાના શ્રાવણના સરવરીયા, ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં મેઘાવી માહોલ

  • સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • આજે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે ત્યારે સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વામણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.