જંબુસર તાલુકાની પરિવહન વ્યવસ્થા વધુ સશક્ત બની
જંબુસર એસટી ડેપોમાં 2 નવી એસટી બસની સેવા શરૂ
જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું
ધારાસભ્યએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સમયસર વાહન વ્યવહાર
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપોમાં વધુ 2 નવી એસટી બસની સેવા શરૂ કરવામાં આવી. છે. આ બસ સેવાનું જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપો ખાતેથી વધુ 2 નવી એસટી બસની સેવાનું જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બન્ને બસ ખાસ કરીને જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર વચ્ચે દૈનિક દોડાવવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરામદાયક અને સમયસર વાહન વ્યવહાર ઉપલબ્ધ થઈ રહેશે.
અંદાજે જંબુસર એસટી ડેપોને કુલ 19 નવીન એસટી બસ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેના પગલે પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેસિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ રાજ્ય સરકારના જનકલ્યાણકારી પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.