New Update
ભરૂચના વાગરાના સારણ ગામે બન્યો હતો બનાવ
મકાનમાં થઇ હતી ચોરી
રૂ.30 લાખના માલમત્તાની ચોરી થઈ હતી
પોલીસે કુલ 3 આરોપીઓની કરી ધરપકડ
19 તોલા સોનું રિકવર કરાયુ
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂપિયા 30 લાખના માલમતાની ચોરીના મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 19 તોલા સોનુ રિકવર કર્યું છે.
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ગત તારીખ ત્રીજી જુલાઈની રાત્રીએ તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 30.85 લાખના.માલમત્તાની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.આ મામલે વાગરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના આમલી ખજુરીયા ગામના વિજય પલાસને ઝડપી લેવાયો હતો, જેને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા અન્ય બે શખ્સોના નામ બહાર આવ્યા હતા.
પોલીસે ચોરીના દાગીના ઓગાળી સોનાની લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડ્યો હતો. આ મામલામાં પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર વિજય પલાસ, નિકેશ પલાસ તથા ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલકુમાર અમરતલાલને ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી 19 તોલા સોનુ પણ રિકવર કર્યું છે.
Latest Stories